સર્ક્યુલર નંબર 41/2018 ની માહિતી સુધારા સાથે "સર્ક્યુલર" હેઠળ અપલોડ કરવામાં આવી છે.... આ બ્લોગના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ "Contact Form" ભરો... ખાસ નોંધ :- તમે GSTને લગતા પ્રશ્ન gstgujarat@rediffmail.com પર ઈમેલ કરી પૂછી શકો છો....

16 April, 2022

ઇ-ઇન્વોઇસ ઇસ્યુ કરવું કોના માટે ફરજીયાત છે?

શ્રી

ઇ-ઇન્વોઇસ માટે નિયમ 48 (4) હેઠળ મુખ્ય નોટિફિકેશન નંબર 13/2020 તારીખ 21 માર્ચ 2020 ના રોજ જારી કરવામાં આવેલું છે, જેને નોટિફિકેશન નંબર 23/2021 ત્થા નોટિફિકેશન નંબર 01/2022 થી સુધારો કરવામાં આવ્યો છે અને તે તારીખ 1 એપ્રિલ 2022 ના રોજથી અમલમાં આવે છે. જે રજિસ્ટર વ્યક્તિનું એકંદર ટર્નઓવર 20 કરોડ રૂપિયાથી વધુ છે તેમણે ઇ-ઇન્વોઇસ ઇશ્યુ કરવું ફરજિયાત છે.


નીચે આપેલા રજિસ્ટર વ્યક્તિને ઇ-ઇન્વોઇસ ઇશ્યુ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે :-


(i) સરકારી વિભાગ


(ii) સ્થાનિક સત્તા મંડળ


(iii) ઇન્સ્યોરન્સ કંપની


(iv) બેંક


(v) નાણાકીય સંસ્થા (NBFC સહિત)


(vi) માલ પરિવહન એજન્સી (GTA)


(vii) પેસેન્જર પરિવહનની સેવા


(viii) સિનેમા હોલ (મલ્ટિપ્લેક્સ)


ઇ-ઇન્વોઇસ ઇસ્યુ કરવા માટેની સામાન્ય માહિતી


સૌપ્રથમ નીચે આપેલી વેબસાઈટ પર જાવ 


einvoice1.gst.gov.in/


ત્યાં Registration’ પર ‘e-Invoice Enablement’ પર ક્લિક કરો


ત્યાં આપેલા બોક્સમાં GSTIN number દાખલ કરો અને આપેલા ‘CAPTCHA’ ટાઈપ કરો.


ઇ-ઇન્વોઇસ જનરેટ કરવા માટે ‘LOGIN’ પર જાવ અને વિગતો ભરો.

જ્યારે પણ ઇ-ઇન્વોઇસ જનરેટ કરો તો ખૂબ જ કાળજી રાખવી કારણ કે હાલમાં જનરેટ થયા પછી તેમાં સુધારો થઈ શકતા નથી અને તેને કેન્સલ (રદ્દ) પણ કરી શકાતું નથી.


આભાર